🔥 TRENDING ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... पूर्व मंत्री मदन चौहान ने गढ़मुक्तेश्व... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધોરાજી: સ્ટેશન રોડ પર શ્વાનના હુમલામાં ૧૧ લોકો ઈજાગ્રસ્ત, પાલિકા સામે સ્થાનિકોમાં રોષ
Local

ધોરાજી: સ્ટેશન રોડ પર શ્વાનના હુમલામાં ૧૧ લોકો ઈજાગ્રસ્ત, પાલિકા સામે સ્થાનિકોમાં રોષ

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 14 Aug 2026, 03:10 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધોરાજી:
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ધોરાજીના વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ દિવસમાં રખડતા કૂતરાએ ૧૧ જેટલા નિર્દોષ લોકોને બચકાં ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
શ્વાનના હુમલાનો ભોગ બનેલા તમામ ૧૧ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાબડતોબ તમામ દર્દીઓને એન્ટી-રેબીઝ વેક્સીન (હડકવા વિરોધી રસી) આપી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં. વેક્સીનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને દર્દીઓની સ્થિતિ નિયંત્રણમાં છે.
તબીબોએ લોકોને અપીલ કરી છે કે જ્યારે પણ કૂતરું કરડે ત્યારે ઘા પર ચટણી, માટી કે અન્ય કોઈ દેશી ઉપચાર કે વસ્તુઓ લગાવવી નહીં. કૂતરું કરડ્યા બાદ તરત જ તે ઘાને ઓછામાં ઓછા ૧૦ મિનિટ સુધી સાબુ અને વહેતા પાણીથી ધોવો અને તુરંત જ નજીકના સરકારી દવાખાને પહોંચી હડકવા વિરોધી રસી મુકાવવી.
શહેરમાં અચાનક રખડતા શ્વાનના હુમલા વધી જતાં રાહદારીઓ, વૃદ્ધો અને નાના બાળકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આવા હિંસક અને રખડતા શ્વાનોને પકડવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં ઉગ્ર માંગ ઉઠી છે.
📲Get App