🔥 TRENDING Mahanadi water dispute nears settlemen... Supreme Court hears State of Maharasht... Chhattisgarh CM Bhupesh Baghel commemo... Madhya Pradesh sees sharp temperature... Rajasthan Congress Issues 7-Day Show-C... ਪ੍ਰਸਿੱਧ ਗਾਇਕ ਗੁਲਾਬ ਸਿੱਧੂ ਨੇ ਨਸ਼ਿਆਂ ਵਿਰ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડા તાલુકામાં ગૌચરિયા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ
Education

તિલકવાડા તાલુકામાં ગૌચરિયા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 14 Aug 2026, 01:46 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ગૌચરિયા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીની કીટ આપવામાં આવી છે, જેનાથી તેમના શિક્ષણમાં પ્રોત્સાહન મળશે.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલી ગૌચરિયા પ્રાથમિક શાળાના બાળકોને આજે સાકીરભાઈ ગૌચરિયા તથા વાડી મિત્ર વર્તુળ દ્વારા વિવિધ શૈક્ષણિક સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં નોટબુક, પેન, ચિત્રપોથી, કલર, રંગીન કાગળ, મીની કલર, સ્કેચ પેન, સંચો, રબર, પેન્સિલ, દેશી હિસાબ સહિતની અનેક ઉપયોગી શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ વિતરણ દ્વારા બાળકોના શિક્ષણને પ્રોત્સાહન મળે, તેમની સર્જનાત્મકતાને વેગ મળે અને તેમના ચહેરા પર ખુશી છવાય તેવા આ સુંદર સેવાકીય કાર્ય બદલ ગૌચરિયા પ્રાથમિક શાળા પરિવાર સાકીરભાઈ ગૌચરિયા તથા વાડી મિત્ર વર્તુળની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

આપનો સેવાભાવ, સહકાર અને બાળકો પ્રત્યેનો પ્રેમ તેમના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં ચોક્કસપણે પ્રેરણારૂપ બની રહેશે.
📲Get App