धर्म
વિરપુરના રસુલપુરમાં રામદેવ ધામે બીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓ.
यहाँ देखें:
▶️ YouTube
વિરપુર તાલુકાના રસુલપુર ગામે આવેલી શ્રી રામદેવ ધામે બીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યું છે, જ્યાં નિઃશુલ્ક ભોજન સેવા અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રસુલપુર ગામ ખાતે આવેલું શ્રી રામદેવ ધામ વર્ષોથી આસપાસના જિલ્લાઓ સહિત દૂરદૂરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર કેન્દ્ર બની ગયું છે. દર બીજના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો રામદેવ પીરના દર્શન માટે ઉમટી પડે છે. પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ રસુલપુર ખાતે પહોંચે છે.
દર બીજના દિવસે મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાય છે. ભક્તો રામદેવ પીરના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે. અનેક શ્રદ્ધાળુઓ દૂરદૂરથી પગપાળા તેમજ વાહનો દ્વારા અહીં પહોંચે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
શ્રી રામદેવ ધામ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ૫૦૦૦/-થી વધુ આવતા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવે છે. આશરે પાંચ હજાર જેટલા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોવાથી સેવા કાર્યમાં ટ્રસ્ટ સાથે સ્થાનિક સેવાભાવી લોકો અને દાતાશ્રીઓ પણ જોડાય છે.
મંદિર ખાતે ધાર્મિક વાતાવરણ વચ્ચે ભજન-કીર્તન સહિતના કાર્યક્રમો પણ યોજાય છે. બીજના દિવસે ભરાતા મેળામાં ભક્તિ સાથે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. રામદેવ પીર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે દર મહિને આ ધામે ભક્તોની સંખ્યા સતત વધતી જોવા મળે છે. રસુલપુરનું રામદેવ ધામ માત્ર દર્શનનું સ્થળ નહીં પરંતુ શ્રદ્ધા, સેવા અને ભક્તિના સંગમ સમાન પવિત્ર ધામ બની રહ્યું છે.