🔥 TRENDING India Releases American and Six Ukrain... Riya Sen’s 2005 MMS Leak: Impact on He... આમોદ પોલીસે રૂ. 2.47 લાખના 13 ગુમ થયેલ... BollywoodShaadis Releases New Rihanna... Koimoi Unveils Most Profitable Bollywo... JBL India Unveils ‘Sounds Festive’ to...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુરમાં ગેરકાયદે કતલખાનાઓ પર નગરપાલિકાનો સપાટો: ૫૦ કિલો માંસનો જથ્થો જપ્ત, કડક કાર્યવાહી
Religion

જેતપુરમાં ગેરકાયદે કતલખાનાઓ પર નગરપાલિકાનો સપાટો: ૫૦ કિલો માંસનો જથ્થો જપ્ત, કડક કાર્યવાહી

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 14 Aug 2026, 11:47 AM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુર:
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ જેતપુર નવાગઢ નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાના અને માંસ-મટનનું વેચાણ કરતા તત્વો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
૫૦ કિલો માંસનો જથ્થો અને સાધનો જપ્ત
નગરપાલિકાના ચીફ ઓફિસર પરમાર સાહેબ તથા સીનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઇ ટાટમીયા સહિતની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન શહેરના જગાવાળા ચોરા રોડ, હુશેની ચોક પાસે આવેલી ઘી વાળી શેરીમાં બે આસામીઓ ગેરકાયદેસર કતલખાનું ચલાવી જીવતા પશુઓનું માંસ-મટન વેચતા ઝડપાયા હતા. પાલિકાની ટીમે સ્થળ પરથી અંદાજે ૫૦ કિલો જેટલો માંસનો જથ્થો તેમજ કતલ માટેના સાધનો કબજે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 'જેતપુર શહેર હિન્દુ સેના' દ્વારા સમગ્ર માસ દરમિયાન માંસ-મટનનું વેચાણ બંધ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને પગલે નગરપાલિકા દ્વારા અગાઉથી જ તમામ વેપારીઓને નોટિસ પાઠવીને જાણ કરવામાં આવી હતી.
શ્રાવણ માસ દરમિયાન જો કોઈ પણ આસામી ગેરકાયદે કતલખાનું ચલાવતો કે માંસ-મટનનું વેચાણ કરતો ઝડપાશે, તો તેની સામે ફોજદારી રાહે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે.
📲Get App