🔥 TRENDING दापोलीत बेकायदा मटका जुगारावर पोलिसांच... रांची में भारत बनाम वेस्टइंडीज टी‑20 म... नयागांव भानपुरा में सरपंच पद पर लोधा स... खेड तालुक्यातील कळंबणी बुद्रुकमध्ये ७०... नकली VIEWS पर खुली बहस: नए एवं कमजोर ग... Sandeepa Dhar Recounts Awe at Aatish K...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વસ્ત્રાલમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન, પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ભાગ લીધો
Local

વસ્ત્રાલમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન, પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ભાગ લીધો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 Aug 2026, 09:36 AM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વસ્ત્રાલમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં નાગરિકો અને સામાજિક આગેવાનો જોડાયા.

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી માન. શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં વસ્ત્રાલ ખાતે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓએ સહભાગી થઈને દેશભક્તિ દર્શાવી.

વિશાળ સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અને ‘ભારત માતાકી જય–વંદે માતરમ’ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું. આ યાત્રા દ્વારા નાગરિકોએ એકતાના સંદેશને પ્રસારિત કર્યો અને દેશપ્રેમના ભાવનાને ઉજાગર કર્યું.

આ અભિયાનના માધ્યમથી નાગરિકોમાં દેશભક્તિ અને એકતાનું જાગરણ લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યું છે.
📲Get App