🔥 TRENDING એરોમા સર્કલ ઉપર 13 ગાડીઓ નો એક્સીડન્ટ નવસારીમાં માતા સામે 3 વર્ષના બાળકને દી... मध्य प्रदेश के कूनो नेशनल पार्क में मा... જૂનાગઢમાં ગિરનાર-દાતાર વિસ્તારમાં પાંચ... Voters Cast Ballots Across District in... Shriya Saran reveals sleepless night b...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને વધાવવા અમરેલી સજ્જ : રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું શહેર

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને વધાવવા અમરેલી સજ્જ : રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું શહેર

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 14 Aug 2026, 09:28 AM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને વધાવવા અમરેલી સજ્જ : રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું શહેર

અમરેલી, ૧૩ ઓગસ્ટ
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે સમગ્ર અમરેલી શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે આયોજન અને સજાવટ કરવામાં આવી છે.

શહેરના મુખ્ય રાજમાર્ગો, સરકારી ઇમારતો અને મહત્વના સ્થળો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યા છે. રાત્રિના સમયે આ આકર્ષક સુશોભન થકી સમગ્ર અમરેલી વધુ રળિયામણું બન્યું છે.

આ રાષ્ટ્રીય મહાપર્વને બિરદાવવા અને રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગીદાર બનવા માટે અમરેલીવાસીઓમાં ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App