🔥 TRENDING પારડીમાં ધોધમાર વરસાદ, સીઝનમાં ૨૪૯૪ મિ... વસ્ત્રાલમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન,... जगदीशपुर विधानसभा 184 के अगले विधायक क... રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને વધાવવા... ACBએ પૂર્વ કલેક્ટર કેતકી વ્યાસને અપ્રમ... હિંમતનગરના જીતોડ ગામે દીપેશ્વરી માતાજી...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં રાજ્ય ઊર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં મશાલ રેલી યોજાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 Aug 2026, 09:20 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં રાજ્ય ઊર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં મશાલ રેલી યોજાઈ

મશાલ રેલીમાં અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા

સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસ વર્ણવતા પ્રદર્શનની મુલાકાત લેતા રાજ્યમંત્રીશ્રી

અમરેલી તા. ૧૩ ઓગસ્ટ,૨૦૨૬
અમરેલી જિલ્લાના આંગણે આયોજિત ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરમાં રાષ્ટ્રભક્તિનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે રાજ્ય ઊર્જા અને કાયદો મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં અમરેલીના સેન્ટર પોઈન્ટ સર્કલથી રાજકમલ ચોક-અમર જવાન સ્મારક સુધી એક ભવ્ય 'મશાલ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં મશાલ અને હૃદયમાં દેશપ્રેમ સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને દેશપ્રેમીઓ જોડાયા હતા.

આ ઐતિહાસિક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સમર્થ વ્યાયામ મંદિરની પણ વિશેષ મુલાકાત લીધી હતી. અહીં દીપક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આઝાદીના અમર બલિદાનીઓ અને વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં એક વિશેષ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલી તમામ સેનાનીઓની દુર્લભ તસવીરો અને તેમના ગૌરવવંતા ઇતિહાસને ખૂબ જ બારીકાઈથી નિહાળીને બિરદાવ્યો હતો.

આઝાદીના લડવૈયાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાવતા આ બંને કાર્યક્રમોએ અમરેલીવાસીઓમાં રાષ્ટ્રભાવનાનો નવો સંચાર કર્યો છે. જ્યારે પ્રદર્શન દ્વારા નવી પેઢીને દેશના ભવ્ય અને સંઘર્ષપૂર્ણ ઇતિહાસથી પરિચિત કરાવવાનો એક ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશભક્તિસભર મશાલ રેલીમાં બહોળી સંખ્યામાં અગ્રણીઓ, નાગરિકો જોડાયા હતા.
📲Get App