🔥 ट्रेंडिंग दापोलीत बेकायदा मटका जुगारावर पोलिसांच... रांची में भारत बनाम वेस्टइंडीज टी‑20 म... नयागांव भानपुरा में सरपंच पद पर लोधा स... खेड तालुक्यातील कळंबणी बुद्रुकमध्ये ७०... नकली VIEWS पर खुली बहस: नए एवं कमजोर ग... सन्दीपा धार ने याद किया अतिश कपाडिया क...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવામાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
स्थानीय

મહુવામાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 14 अग. 2026, 03:00 AM 👁 90
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા શહેરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો.

આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનને વેગ આપવા ભાવનગર જિલ્લાના મહુવા ખાતે એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન સમગ્ર મહુવા શહેર રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને નીકળેલી આ તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે સમગ્ર માર્ગ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ"ના નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો.

મહુવાના નગરજનો દ્વારા તિરંગા યાત્રાનું પુષ્પવૃષ્ટિ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'હર ઘર તિરંગા' અભિયાન દ્વારા દરેક નાગરિકમાં રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાનો અને દેશના શહીદોના બલિદાનને સન્માન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી (DySP) શ્રી રિમાબા ઝાલા, મહુવા ટાઉન અને ગ્રામ્ય પોલીસ તથા મહુવા ભાજપના ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહીલ, પૂર્વ ગુજરાત રાજ્યકક્ષા મંત્રી શ્રી આર.સી.ભાઈ મકવાણા, તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકા સદસ્ય રાજેન્દ્રસિંહ ગોહિલ (રાજા ગોહિલ) એ જણાવ્યું હતું કે, આઝાદી પર્વ નિમિત્તે સર્વ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મહુવા ખાતે આ ભવ્ય ઉજવણી યોજાઈ હતી.

આ આયોજન ભાવનગર જિલ્લાની મોટી તિરંગા યાત્રાઓમાંનું એક રહ્યું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં સંપન્ન થયો હતો.
📲Get App