🔥 TRENDING दापोलीत बेकायदा मटका जुगारावर पोलिसांच... रांची में भारत बनाम वेस्टइंडीज टी‑20 म... नयागांव भानपुरा में सरपंच पद पर लोधा स... खेड तालुक्यातील कळंबणी बुद्रुकमध्ये ७०... नकली VIEWS पर खुली बहस: नए एवं कमजोर ग... Sandeepa Dhar Recounts Awe at Aatish K...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Aug 2026, 09:50 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

અમરેલી, તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬
અમરેલી ખાતે યોજાનારી ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના અનુસંધાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આગમન પૂર્વે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ‘એટ હોમ’ સ્થળની મુલાકાત, વરસડા ખાતેના વૃક્ષારોપણની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ સમગ્ર આયોજનની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વરસડા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનારા વૃક્ષારોપણ કાર્યક્રમની તૈયારીઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર કરવામાં આવેલી વ્યવસ્થા, વૃક્ષારોપણ માટેની પૂર્વતૈયારીઓ સહિતની બાબતો અંગે તેમણે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી. ‘એટ હોમ’ સ્થળની મુલાકાત લઈને મહાનુભાવોની બેઠક વ્યવસ્થા તેમજ કાર્યક્રમ અંગેની સમીક્ષા કરી હતી.

ત્યારબાદ રાજ્યમંત્રીશ્રીએ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યક્રમની બેઠક વ્યવસ્થા, સ્ટેજ કાર્યક્રમ સહિતની વિવિધ વ્યવસ્થાઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય, શિસ્તબદ્ધ અને યાદગાર બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ તૈયારીઓને રાજ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App