🔥 TRENDING Uttarakhand to Deploy First Glacial La... Delhi Resident Calls Police Over Appar... Delhi University students intensify wo... CAQM Revises GRAP Rules, Tightens Delh... ED raids 14 sites in Chandigarh, Mohal... India's 48 Asian Games 2026 Medals Com...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડામાં વિદ્યાસેતુ અને નવભારત સાક્ષરતા મિશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
National

લુણાવાડામાં વિદ્યાસેતુ અને નવભારત સાક્ષરતા મિશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Burhaan Sibhai 🗓 13 Aug 2026, 10:48 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે આજ રોજ લુણાવાડા ખાતેના 52, પાટીદાર સમાજઘર ખાતે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને 'સમરસ વિદ્યાસેતુ અભિયાન', 'ઉલ્લાસ' નવભારત સાક્ષરતા કાર્યક્રમ-૨૦૨૬ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને પૂરા પગારના આદેશ એનાયત કરવાનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો પોતાના વક્તવ્ય માં માનનીય મંત્રીશ્રી એ માનનીય વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત અને દેશને વિશ્વગુરુ બનાવવાના સ્વપ્ન ને સાકાર કરવાની દિશામાં શિક્ષકોના યોગદાન ને ખૂબ જ મહત્વપુર્ણ હોવાનું જણાવેલ હતુંકાર્યક્રમ માં જિલ્લાની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને પુરા પગાર હુકમો એનાયત કરવામાં આવ્યા હતા ઉપરાંત જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વિવિધ શૈક્ષણિક સંઘના પદાઅધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
📲Get App