🔥 ट्रेंडिंग एबीपी माझा समाचार अद्यतन महाराष्ट्र में 36,211 कंपनियां बंद महाराष्ट्र में सरकारी आवास मिलेगा उत्तर प्रदेश में स्थानीय उत्पादन को बढ... उत्तर प्रदेश की महिलाओं को मिलेंगे 50,... यूपी बोर्ड परीक्षा परिणाम 2026
14 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

ભાયલીમાં યુવકને હડકવાના લક્ષણો, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 13 अग. 2026, 05:46 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાયલી વિસ્તારમાં એક યુવકને શ્વાને કરડ્યા બાદ હડકવાના લક્ષણો જોવા મળ્યા છે. યુવકને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ભાયલી વિસ્તારમાં હડકવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા હેમંત નામના યુવકને શ્વાને કરડ્યા બાદ સમયસર સારવાર ન કરાતા હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, યુવકે હડકવાની અસર હેઠળ પોતાને જ બચકા ભરવાનું શરૂ કર્યું હતું. આ સાથે, તેણે આસપાસના લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે આસપાસના લોકોએ યુવકને બાંધી દીધો.

પરિસ્થિતિને ગંભીરતા સાથે જોતા, 108 એમ્બ્યુલન્સની મદદથી યુવકને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે યુવકને ચેપી રોગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
📲Get App