🔥 TRENDING ધારી તાલુકાના વિરપુર ગામ નજીક મધમાખીઓન... લીલીયાના શેઢાવદર ગામમાં દીપડાએ વાછરડાન... Dhurandhar: The Revenge Submits 9 Song... India Today Releases Daily School Asse... Will O'Rourke ruled out of India tour... Arunachal MP Tai Tagak highlights infr...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🇮🇳 પેટલાદ ખાતે ભવ્ય “ત્રિરંગા યાત્રા” યોજાઈ 🇮🇳
Local

🇮🇳 પેટલાદ ખાતે ભવ્ય “ત્રિરંગા યાત્રા” યોજાઈ 🇮🇳

✍️ Reporter: Samir Malek 🗓 13 Aug 2026, 05:22 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેશભક્તિના રંગે રંગાયું પેટલાદ શહેર, મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા પેટલાદ ખાતે આજે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના જુસ્સા સાથે ભવ્ય “ત્રિરંગા યાત્રા” યોજાઈ હતી

🇮🇳 પેટલાદ ખાતે ભવ્ય “ત્રિરંગા યાત્રા” યોજાઈ 🇮🇳

દેશભક્તિના રંગે રંગાયું પેટલાદ શહેર, મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા

પેટલાદ ખાતે આજે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના જુસ્સા સાથે ભવ્ય “ત્રિરંગા યાત્રા” યોજાઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા કાર્યકરો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

યાત્રામાં માનનીય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા અને રાષ્ટ્રભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી ત્રિરંગા યાત્રામાં દેશપ્રેમ અને એકતાનો સંદેશ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા પણ યાત્રા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવામાં આવી હતી.

🇮🇳 “તિરંગો માત્ર ધ્વજ નથી, પરંતુ દેશની આન, બાન અને શાન છે.” 🇮🇳

📍 પેટલાદ | આણંદ
📸 વિશેષ અહેવાલ / તસવીરો
રિપોર્ટર : સમીર મલેક
📲Get App