🔥 TRENDING UP Police Stall Wins Best Display Awar... Director Explains New Cinematographer’... Chandigarh to Draft Film Policy to Lur... Amala Paul says she wouldn't repeat Aa... Several Ponies Found Dead in Kak Villa... NIA arrests second suspect in Manipur...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારીયાધારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
National

ગારીયાધારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

✍️ Reporter: Makvana Jaydip 🗓 13 Aug 2026, 05:20 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં આજે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા.

યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રામાં યુવાનો સહિત નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી રાજ્યભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગારીયાધારમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગારીયાધારથી [તમારું નામ], Need24 News.
📲Get App