🔥 TRENDING Noor and Khan unveil new single "O Piy... ગુજરાતમાં 'પોષણ માહ-2026'ની ઉજવણી: 2.4... Top Five Indian States Account for Alm... Rob from 'MAD' Returns with New Projec... Alpine Club Helix Suitcase Tested in G... Congress to Formulate Strategy on SIR...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાટા ગામમાં દીવાલ ધરાશાયી, બે બાળકોનું કરુણ મોત
Local

ખાટા ગામમાં દીવાલ ધરાશાયી, બે બાળકોનું કરુણ મોત

✍️ Reporter: AKASH JOSHI 🗓 13 Aug 2026, 02:34 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરપુર તાલુકાના ખાટા ગામમાં કાચા મકાનની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં 3 વર્ષીય રાધિકા અને 2 વર્ષીય આયુષનું મોત થયું છે.

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખાટા ગામના નવી વસાવત ફળિયામાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. કાચા મકાનની જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતાં બે માસૂમ બાળકો દટાઈ ગયા, જેના પરિણામે તેમના મોત નિપજ્યા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પગી અજમેલભાઈ જેસાભાઈની 3 વર્ષીય પુત્રી રાધિકાબેન અને પગી સંજયભાઈ જેસાભાઈનો 2 વર્ષીય પુત્ર આયુષ, દસ વાગ્યાની આસપાસ ઘરની બહાર આવેલ દિવાલ પાસે રમી રહ્યા હતા. તે દરમિયાન, અચાનક દિવાલ બંને બાળકો પર ધરાશાઈ ગઈ, જેના કારણે બંને બાળકો દટાઈ ગયા.

ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે ચીસાચીસ મચી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે બચાવની કામગીરી શરૂ કરી, પરંતુ બંને માસૂમના જીવ બચાવી શકાયા નહોતા.

ઘટનાની જાણ થતાં, વિરપુર પોલીસ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના તલાટી સહિતનો સરકારી તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી. એક જ ઘટનામાં બે માસૂમ બાળકોના મોતથી ખાટા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
📲Get App