🔥 TRENDING 🏏 *भारत–वेस्टइंडीज़ T20 मैच के फर्जी... Ali Fazal Hails Ajay Devgn's Crime Thr... Indians Face Hate Abroad: 'Go Back to... Swiss President Samples Indian Cheese... Telugu star Balakrishna to resume shoo... Albuquerque Shooting Leaves One Injure...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ
Local

ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 Aug 2026, 02:02 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં તિરંગો લહેરાવીને અભિયાનમાં સહભાગી થયા. આ વર્ષે દેશના 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ થયું છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાષ્ટ્રવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા છે.

આ વર્ષે દેશના 80મા સ્વતંત્રતા પર્વ અને વંદ માતરમ્ ગાનના 150 વર્ષની ઉજવણીની થીમ પર આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં 9મી થી 17મી ઑગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન ચાલશે.

ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં વ્યાપક જનભાગીદારી થકી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
📲Get App