🔥 TRENDING 🏏 *भारत–वेस्टइंडीज़ T20 मैच के फर्जी... Ali Fazal Hails Ajay Devgn's Crime Thr... Indians Face Hate Abroad: 'Go Back to... Swiss President Samples Indian Cheese... Telugu star Balakrishna to resume shoo... Albuquerque Shooting Leaves One Injure...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાંબડિયા ગામમાં તિરંગા રેલીનું આયોજન, સ્વતંત્રતા દિવસની પૂર્વ તૈયારી
Local

લાંબડિયા ગામમાં તિરંગા રેલીનું આયોજન, સ્વતંત્રતા દિવસની પૂર્વ તૈયારી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 Aug 2026, 01:46 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોશીના તાલુકાના લાંબડિયા ગામમાં ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની પૂર્વ તૈયારી તરીકે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોશીના તાલુકાના લાંબડિયા મુકામે ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ૧૩ ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી (B.J.P) દ્વારા એક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પારસ હાઈસ્કૂલથી શરૂ થઈને લાંબડિયા ગામમાં ફરી હતી.

રેલીની શરૂઆતમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો હાથમાં તિરંગા ધ્વજ લઈને મોખરે રહ્યા હતા, જ્યારે પાછળ શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ પક્ષના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ પણ તિરંગા ધ્વજ સાથે રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાઈને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવા તથા "હર ઘર તિરંગા" અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા અપીલ કરી હતી. રેલી દરમિયાન સમગ્ર માર્ગ પર દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
📲Get App