🔥 TRENDING UP Police Stall Wins Best Display Awar... Director Explains New Cinematographer’... Chandigarh to Draft Film Policy to Lur... Amala Paul says she wouldn't repeat Aa... Several Ponies Found Dead in Kak Villa... NIA arrests second suspect in Manipur...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત
National

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત

✍️ Reporter: Jignesh chavda 🗓 13 Aug 2026, 08:40 AM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની ભક્તિ અને આરાધનાના આ પવિત્ર મહિનાને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડશે અને હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઊઠશે.
શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવને જળ, દૂધ, બિલિપત્ર અને પુષ્પ અર્પણ કરી પૂજા-અર્ચના કરે છે. અનેક ભક્તો ઉપવાસ તથા વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કરીને ભગવાન ભોળાનાથની આરાધના કરે છે.
માન્યતા મુજબ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે.
📲Get App