🔥 ट्रेंडिंग કનડા ડુંગર પર મહિયાની ૮૪ રણખાંભીઓ બલિદ... માલપુર તાલુકાના સાલમ બાપુના પહાડિયા ગા... કેશોદમાં દુકાન પચાવી પાડનાર સામે લેન્ડ... रक्षाबंधन पर यूपी रोडवेज की विशेष प्रो... दुर्लभ सूर्य ग्रहण भारत 2033 तक 5 स्वदेशी रिएक्टर बनाने क...
13 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

માલપુર તાલુકાના સાલમ બાપુના પહાડિયા ગામે જંગલ અને રેવન્યુ વિસ્તારની નજીક છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાની અવરજવર અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી.

✍️ रिपोर्टर: Pandor Sanjaybhai Bhalabhai 🗓 13 अग. 2026, 08:14 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વન વિભાગ દ્વારા દીપડાને કોઈ નુકસાન ન થાય અને માનવ વસાહતથી દૂર સુરક્ષિત રીતે પકડી શકાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. લાંબી કામગીરી બાદ આખરે દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. દીપડો પકડાતા સાલમ બાપુના પાડ્યા સહિત આસપાસના ગામોના લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી અને ગ્રામજનોનો ભય પણ દૂર થયો હતો.

દીપડાના રેસ્ક્યુની કામગીરી વન વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. DCFની સૂચના તેમજ ACF એસ.વી. ડામોર અને ACF એમ.વી. નીમાના માર્ગદર્શન હેઠળ પરિક્ષેત્ર વન અધિકારી એચ.કે. પંડ્યા તથા માલપુર નોર્મલ રેન્જના વન વિભાગના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે ફેમસ દયા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમની પણ મદદ લેવામાં આવી હતી. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમની સંયુક્ત કામગીરીના પરિણામે દીપડાને કોઈ જાનહાનિ કે નુકસાન વિના સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં આવ્યો હતો.

દીપડો પકડાયા બાદ આસપાસના ગ્રામજનોમાં ખુશી અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી દીપડાની હાજરીને કારણે રાત્રિના સમયે લોકોમાં ખાસ કરીને ભયનો માહોલ હતો. હવે દીપડો સુરક્ષિત રીતે રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

વન વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જંગલ કે રેવન્યુ વિસ્તાર નજીક વન્યપ્રાણી જોવા મળે તો તેને પકડવા કે તેની પાછળ જવા પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.
📲Get App