🔥 TRENDING સુરત પોલીસે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબ... சேலத்தில் போலி ஆவணம் மூலம் ரூ. 6 கோடி... Zomato staffer in Bengaluru orders tea... Hasan Nawaz 'I hate every Indian bowle... Viral Video Highlights Doppelgangers a... Sharvari Reunites with Girl Gang, Remi...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લામાં ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ’ દ્વારા માલપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાદ્યચીજોના સ્થળ પર જ પરીક્ષણ અને તપાસ હાથ ધરાઈ

અરવલ્લી જિલ્લામાં ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ’ દ્વારા માલપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાદ્યચીજોના સ્થળ પર જ પરીક્ષણ અને તપાસ હાથ ધરાઈ

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 12 Aug 2026, 04:34 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લી દ્વારા ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ’ના માધ્યમથી માલપુર બસ સ્ટેન્ડ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા, રિટેલર, હોટલ-રેસ્ટોરન્ટ તથા એસ.ટી. કેન્ટીન સહિતના સ્થળોએ ખાદ્યચીજોની સ્થળ પર જ તપાસ અને પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામગીરી દરમિયાન હોટલ શ્રી ગોકુલ, ખોડીયાર નાસ્તા હાઉસ, જય ભવાની સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટ, અંબિકા કર્ણાવતી દાબેલી, જય જોગમાયા ભેલ પકોડી, અંબિકા પકોડી સેન્ટર, લક્ષ્મી પકોડી સેન્ટર, દિલ ખુશ દાબેલી સેન્ટર, લક્ષ્મી ભેલ પકોડી સેન્ટર, ખોડીયાર સ્વીટ માર્ટ, અલગ દાબેલી, વીર નાસ્તા હાઉસ, જય ગોગા દાલવડા, એસ.ટી. કેન્ટીન અને જલારામ હોટલ સહિતની પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વારંવાર તળવામાં આવતા તેલનું TPC (Total Polar Compounds) પરીક્ષણ, તૈયાર ખોરાકમાં બિનઅધિકૃત રંગની ભેળસેળ, એક્સપાયરી ડેટવાળી પેકિંગવાળી ખાદ્યચીજો, પેઢીના ફૂડ લાયસન્સ/રજિસ્ટ્રેશન, સ્વચ્છતાની સ્થિતિ તેમજ બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજોની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આશરે ૫ કિલોગ્રામ જેટલી બિનઆરોગ્યપ્રદ તથા કલરવાળી ગ્રીન ચટણી મળી આવતા વેપારી દ્વારા સ્વૈચ્છિક રીતે તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૩૦૦ જેટલી થાય છે.

વરસાદી ઋતુ તેમજ તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખીને ખાદ્યચીજોના વેપારીઓને પેઢી તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, આરોગ્યપ્રદ અને ગુણવત્તાસભર ખાદ્યચીજોનું વેચાણ કરવા, ખાદ્યચીજોને ઢાંકીને રાખવા તેમજ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લીના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું કે, તહેવારો અને વરસાદી ઋતુ દરમિયાન ખાદ્યચીજોની ગુણવત્તા તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લામાં આવી તપાસ અને જાગૃતિની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App