🔥 TRENDING BJP narrowly leads Congress in Rajasth... Delhi Police Deploy New BNS Sections A... Two Killed in Road Accident in Reasi,... Gym Trainer Killed in Delhi Gang Shoot... NSUI launches DUSU manifesto calling f... BJP clinches majority in Kota Municipa...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લામાં પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

અમરેલી જિલ્લામાં પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 Aug 2026, 09:54 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ચિત્ર, નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ, મહેંદી અને રંગોળી સહિતની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

અમરેલી, તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬
વર્ષ ૨૦૨૬ના રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાનાર છે, જેના ભાગરૂપે તા. ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં વિવિધ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીના ભાગરૂપે તા. ૫ ઓગસ્ટથી તા. ૧૦ ઓગસ્ટ દરમિયાન શાળા કક્ષાથી તાલુકા કક્ષા સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બનાવવાની સાથે સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસ, રાષ્ટ્રના મહાન સપૂતો તથા દેશના લોકતાંત્રિક અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે.

તા. ૧૧ ઓગસ્ટના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સરસ્વતી વિદ્યાલય, અમરેલી ખાતે જિલ્લા કક્ષાની પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા, જ્ઞાન અને વક્તૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મિયાણી, જિલ્લા હિસાબી અધિકારીશ્રી ચૌહાણ તથા શાસનાધિકારીશ્રી જોષી ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી દ્વારા પ્રમાણપત્ર તથા શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા આ સન્માનથી તેમના ઉત્સાહમાં વધારો થયો હતો.

જિલ્લા કક્ષાની સમગ્ર પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીની વ્યવસ્થા અને સંકલન જિલ્લા નોડલ અધિકારીશ્રી જી.એમ. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વાર્ધરૂપે આયોજિત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને સ્વાતંત્ર્યના મૂલ્યોની ભાવના વધુ પ્રબળ બની રહી છ
📲Get App