🔥 TRENDING सफलता की कहानी* *सोइल हेल्थ कार्ड की ब... Hodgson’s Frogmouth Spotted Again in M... *ब्लॉक स्तरीय शिविर में मृदा स्वास्थ्य... CNBC TV18 airs special on India’s $30... Abu Dhabi Chamber leads delegation to... Farooq Abdullah Says Kashmir and India...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

તિલકવાડામાં દશામાના વ્રતને લઈને ભક્તોમાં ઉત્સાહ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 11 Aug 2026, 11:18 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના તિલકવાડામાં દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો દશામાની મૂર્તિઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નર્મદા જિલ્લાના તિલકવાડામાં દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્રત નિમિત્તે તિલકવાડામાં તૈયાર કરવામાં આવેલી દશામાની સુંદર અને આકર્ષક મૂર્તિઓની ખરીદી માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

તિલકવાડા ખાતે દશામાની મૂર્તિઓને રંગબેરંગી વસ્ત્રો, આભૂષણો તેમજ વિવિધ પ્રકારના આકર્ષક શણગારથી સજાવવામાં આવી રહી છે. સુંદર શણગારથી સુસજ્જ માતાજીની પ્રતિમાઓ ભક્તોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. મૂર્તિ ખરીદવા આવતા ભક્તોમાં પણ ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દશામાના વ્રત દરમિયાન ભક્તો સતત દસ દિવસ સુધી માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરશે. તિલકવાડામાં દશામાના વ્રતને લઈને ભક્તિભાવ સાથે ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનો પણ સુંદર સંગમ જોવા મળી રહ્યો છે.
📲Get App