🔥 TRENDING નર્મદા જિલ્લાના તિલકવાડામાં પરંપરાગત દ... થલતેજમાં મેટ્રો રૂટ પર દબાણ હટાવતાં હો... पटना में पुलिस की बड़ी कार्रवाई: जितनछ... गोवा विधानसभा अध्यक्ष ने प्रधानमंत्री... Monsoon Rain To Intensify Sikkim's Tiranga Initiative
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધનસુરા નજીક ગોઝારી અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Aug 2026, 06:12 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક કપડવંજ–મોડાસા રોડ પર ગોઝારી અકસ્માતની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક કપડવંજ–મોડાસા રોડ પર આજે એક ગોઝારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, કેરળથી લદ્દાખ તરફ જઈ રહેલા રાઇડર્સને પણ આ અકસ્માતમાં નાની-મોટી ઈજાઓ થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તથા 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરી ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App