🔥 ट्रेंडिंग भारत का अरुणाचल प्रदेश पर मजबूत दावा जम्मू कश्मीर में बारिश की संभावना आईएएस अधिकारी प्रसन्ना रामास्वामी का स... जम्मू-कश्मीर में पीडीएस लाभार्थी बढ़े मंडला में ईओडब्ल्यू की बड़ी कार्रवाई इंदौर में युवक की हत्या
12 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદમાં દારૂની હેરાફેરીનો કિસ્સો: ગીઝરમાં છુપાવેલો દારૂ ઝડપાયો

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 अग. 2026, 01:06 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન દારૂની હેરાફેરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી.

અમદાવાદમાં સોલા પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ચેકિંગ દરમિયાન એક કારને રોકી હતી, જેમાં ગીઝર અને ઇન્વર્ટર રાખવામાં આવ્યા હતા. પોલીસને શંકા જતાં ગીઝર અને ઇન્વર્ટર ખોલીને તપાસ કરવામાં આવી, તો અંદરથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો મળી આવી.

આરોપી મોહમ્મદ નાવેદ અંસારીની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસે કુલ 81 દારૂની બોટલો જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગીઝરની આડમાં દારૂ છુપાવી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App