🔥 TRENDING રાજકોટ બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી, નં... સીમરન પટેલની ગાંધીજી ફોટો સંબંધિત વાંધ... વડોદરામાં વકીલોની હડતાળ અચોક્કસ મુદત સ... Mystery Solved: The Truth Behind 1997... Guru Transits 2026: 6 Zodiac Signs Set... Eric Schmidt's Falkor Maps 1.3 Million...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
"હાથી બાંધ્યો, પણ મહાવત ભૂલી ગયા "જેવી પરિસ્થિતિમા વીરપુર ગ્રામ પંચાયત...
Local

"હાથી બાંધ્યો, પણ મહાવત ભૂલી ગયા "જેવી પરિસ્થિતિમા વીરપુર ગ્રામ પંચાયત...

✍️ Reporter: SAGAR PATEL 🗓 11 Aug 2026, 01:00 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીરપુર ગ્રામ પંચાયત પાસે જેટિંગ મશીન ઉપલબ્ધ છે પરંતુ તેને ચલાવવા જરૂરી ક્ષમતાવાળું ટ્રેકટર નથી.. ભાડાના ટ્રેક્ટર પાછળ દર મહિને રૂ.50 હજારનો ધુમાડો, છતાં ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્

"હાથી બાંધ્યો, પણ મહાવત ભૂલી ગયા "જેવી પરિસ્થિતિમા વીરપુર ગ્રામ પંચાયત...

વીરપુર ગ્રામ પંચાયત પાસે જેટિંગ મશીન ઉપલબ્ધ છે પરંતુ તેને ચલાવવા જરૂરી ક્ષમતાવાળું ટ્રેકટર નથી..

ભાડાના ટ્રેક્ટર પાછળ દર મહિને રૂ.50 હજારનો ધુમાડો, છતાં ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તા પર!

મહિસાગર જિલ્લાના વિરપુર ગ્રામ પંચાયત પાસે ગટર અને ડ્રેનેજની સફાઈ માટે જેટિંગ મશીન ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય ક્ષમતાનું પોતાનું ટ્રેક્ટર ન હોવાથી સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલ ગ્રામ પંચાયત દ્વારા ભાડાના ટ્રેક્ટરથી જેટિંગ મશીન ચલાવી ગટર સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. જેના કારણે ગ્રામ પંચાયત પર દર મહિને આશરે રૂ.50 હજારનો આર્થિક બોજ પડી રહ્યો છે. તેમ છતાં નગરની ગટર સમસ્યામાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.જેટિંગ મશીન ચલાવવા માટે ગ્રામ પંચાયત પાસે યોગ્ય ક્ષમતાનું ટ્રેકર નથી જેના કારણે જરૂરિયાત ઊભી થાય ત્યારે ભાડાના ટ્રેક્ટર પર આધાર રાખવો પડે છે. એક તરફ પંચાયતની તિજોરીમાંથી દર મહિને રૂ.50 હજારનો ધુમાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગટરના દુષિત પાણી એ જ રીતે ઉભરાઈને રસ્તા પર આવી રહ્યા છે.બે માસ અગાઉ પ્રજાપતિ ફળિયામાં ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતાં આશરે સાત જેટલા બાળકોને કમળાની ભારે અસર થઈ હતી છતાં ગટર વ્યવસ્થાની સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો તે સવાલ છે.પંચાયતના રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે છતાં પરિણામ શૂન્ય કેમ? વહીવટી તંત્ર ક્યારે ગોર નિદ્રામાંથી જાગશે? ગ્રામ પંચાયતને ક્યારે પોતાનું ટ્રેક્ટર મળશે? અને વિરપુરની પ્રજાને ગટરના દુષિત પાણીથી ક્યારે મુક્તિ મળશે? આ સવાલો હાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે...

વિરપુર ગ્રામ પંચાયત તલાટી એ એચ પટેલ...👇

વિરપુર ગ્રામ પંચાયતમા હાલ ગટરની સફાઈ માટે ભાડાથી ટ્રેક્ટર લાવવું પડે છે તેની પાછળ એક દિવસ દરમિયાન ૭૦૦૦/- જેટલો ખર્ચ ટ્રેક્ટર ચુકવવો પડે છે આ ટ્રેકટરની ખરીદી જેમ્પ પર કરવાની હોય છે પણ જેમ્પ પર કોઈ એજન્સી દ્વારા ટેન્ડર મુક્યું નથી જેના લીધે ખરીદી થાઈ શકી નથી...
📲Get App