🔥 ट्रेंडिंग सुप्रीम कोर्ट ने चुनाव आयोग से ट्रिब्य... बिहार के मुख्यमंत्री ने छात्र विरोधों... बिहार में शराब प्रतिबंध बरकरार बिहार पॉलिटेक्निक सीट अलॉटमेंट जालंधर में तिरंगा यात्रा निकाली गई डीटीयू पीएचडी छात्रों के लिए ऑनलाइन पा...
11 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

વિરમગામમાં મેઘરાજાની એન્ટ્રી, ધીમી ધારે વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 11 अग. 2026, 11:28 AM 👁 29
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળતાં સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિરમગામમાં શરૂ થયેલો વરસાદ હાલ ધીમી ગતિએ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા છે અને શહેરમાં ચોમાસાની રોનક ફરી જોવા મળી રહી છે. વરસાદી માહોલને પગલે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 11થી 14 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.
હાલ વિરમગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી કલાકોમાં વરસાદનું જોર વધે છે કે નહીં તેના પર સૌની નજર છે.
📲Get App