🔥 TRENDING Dhenkanal Students and Parents Lock Sc... 11 Arrested in Odisha After Detergent... YSRCP Accuses CM Chandrababu Naidu of... IMD Issues Five-Day Warning of Strong... Floods in Srikakulam district of Andhr... सीकर में तेज बारिश से जलभराव, बिजली व्...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન પર પ્રતિબંધનો વેપારી સંગઠનો દ્વારા સ્વાગત
Health

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન પર પ્રતિબંધનો વેપારી સંગઠનો દ્વારા સ્વાગત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Aug 2026, 09:20 AM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને વેપારી સંગઠનો દ્વારા સહર્ષ સ્વાગત કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ તેમજ વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો એક સરાહનીય અને લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

આ રાજ્ય સરકારના આરોગ્યવર્ધક નિર્ણયને 'શ્રી અમદાવાદ મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળ', 'શ્રી વડોદરા શહેર મીઠાઈ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળ' અને 'પાલનપુર મીઠાઈ ફરસાણ એસોસિએશન' સહિત રાજ્યના વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ સહર્ષ આવકારવામાં આવ્યો અને આ નિર્ણય બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો મળી રહે એજ પ્રાથમિકતા છે. આ પ્રજાલક્ષી અભિગમને સમર્થન આપવા બદલ તમામ વેપારી મંડળો અને મીઠાઈ-ફરસાણ એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા જાળવી રાખવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.
📲Get App