🔥 TRENDING સુરત પોલીસે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબ... சேலத்தில் போலி ஆவணம் மூலம் ரூ. 6 கோடி... Zomato staffer in Bengaluru orders tea... Hasan Nawaz 'I hate every Indian bowle... Viral Video Highlights Doppelgangers a... Sharvari Reunites with Girl Gang, Remi...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હવામાં ઉડશે ઘોડા અને જમીનમાંથી ઉખડશે પેગો!

અમરેલીમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વે યોજાશે દિલધડક ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ના અદ્ભુત કરતબો

હવામાં ઉડશે ઘોડા અને જમીનમાંથી ઉખડશે પેગો! અમરેલીમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વે યોજાશે દિલધડક ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ના અદ્ભુત કરતબો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 11 Aug 2026, 08:42 AM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હવામાં ઉડશે ઘોડા અને જમીનમાંથી ઉખડશે પેગો!

અમરેલીમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વે યોજાશે દિલધડક ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ના અદ્ભુત કરતબો

રાજા-મહારાજાઓ અને યુદ્ધકાળના ઐતિહાસિક શૌર્યને જીવંત કરશે ગુજરાત પોલીસના પાણીદાર અશ્વો અને વીર અશ્વસવારો

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી પ્રખ્યાત ‘ટેન્ટ પેગીંગ’ ઈવેન્ટ આઝાદીના પર્વે આકર્ષણનું કેન્દ્ર બનશે


અમરેલી તા. ૧૦ ઓગસ્ટ,૨૦૨૬
આગામી તા. ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ અમરેલીની ઐતિહાસિક શૌર્યભૂમિ પર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી થશે. વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝથી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે મુખ્ય ધ્વજ વંદન કાર્યક્રમના ભવ્ય આયોજનમાં પ્રજાજનોના રૂંવાડા ઊભા કરી દેનારો એક વિશેષ ‘માઉન્ટેડ અશ્વ-શો’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ અશ્વ-શો અંતર્ગત યુદ્ધકાળના શૌર્યની યાદ અપાવતી અત્યંત સાહસિક અને જોખમી ‘ટેન્ટ પેગીંગ’ ઇવેન્ટ પ્રસ્તુત કરવામાં આવશે, જે નાગરિકો માટે એક અદ્ભુત અને દર્શનીય નજારો બની રહેશે. આ ‘માઉન્ટેડ અશ્વ-શો’ માં કુલ ૩૪ વીર અશ્વસવારો અને ૩૫ પાણીદાર અને ચુનંદા અશ્વો ભાગ લેશે.

‘ટેન્ટ પેગીંગ’નો ઇતિહાસ રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના શાસનકાળના પ્રાચીન યુદ્ધ કૌશલ્ય સાથે જોડાયેલો છે. એ સમયમાં જ્યારે દુશ્મનો એકબીજાના રાજ્યો પર આક્રમણ કરતા, ત્યારે લાકડાની પેગો (ખીલા) જમીનમાં રોપીને ટેન્ટોમાં રોકાણ કરતા હતા. આવા સમયે ઘોડેસવાર સૈનિકો દુશ્મનની છાવણી પર અચાનક વીજળી વેગે હુમલો કરી, દોડતા ઘોડે ભાલાની અણીથી જમીનમાં રોપેલી પેગોને ઉખાડી ફેંકતા હતા અને આ રીતે આખી છાવણીને ધ્વસ્ત કરી વિજય મેળવતા હતા. પ્રાચીન સમયની આ યુદ્ધ કળા આજે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ખૂબ જ પ્રખ્યાત અશ્વ સ્પર્ધા તરીકે ઓળખાય છે, આ આખી ઇવેન્ટ અમરેલીના આઝાદી પર્વે પ્રસ્તુત થશે.

રાજ્યકક્ષાના આ મુખ્ય મહોત્સવમાં ગુજરાત પોલીસના પાણીદાર અને ચુનંદા અશ્વો તેમજ તાલીમબદ્ધ વીર અશ્વસવારો દ્વારા આ શૌર્યસભર અશ્વ-શો પ્રસ્તુત કરવામાં આવશે. મેદાન પર જ્યારે આ વેગીલા ઘોડા વધુ વેગ પકડીને પવનની ઝડપે દોડશે, ત્યારે શિસ્ત અને અત્યંત કટોકટીભરી તેજી સાથે અશ્વસવારો ભાલા વડે જમીનમાંથી પેગ ઉખાડવાના રોમાંચક કરતબો રજૂ કરશે. આ હોર્સ-શો દરમિયાન રજૂ થનારી એક-એકથી ચડિયાતી દિલધડક એક્સરસાઇઝ અને અશ્વારૂઢ સૈનિકોનો અદ્ભુત તાલમેલ મેદાન પર ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.

આ ભવ્ય અને ઐતિહાસિક અશ્વ-શોના આયોજનને ક્ષતિરહિત અને યાદગાર બનાવવા માટે સમગ્ર પોલીસ તંત્ર પૂરી કટિબદ્ધતા સાથે રાત-દિવસ એક કરીને આખરી ઓપ આપી રહ્યું છે. નારીશક્તિની રાયફલ ડ્રીલની સાથોસાથ આ શૌર્યસભર અશ્વ-શો પણ આઝાદી પર્વનું મુખ્ય ઘરેણું બનશે. સિંહની ધરતી અમરેલી પર પ્રસ્તુત થનારા અશ્વશક્તિના આ અદ્ભુત દ્રશ્યો નજીકથી નિહાળવા અને વીરોના બલિદાનને સલામી આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા તમામ પ્રજાજનો અને કલા રસિકોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમ જોવા માટે ઉમટી પડવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
📲Get App