🔥 TRENDING দার্জিলিঙের ফাঁসিদেওয়া ব্লকে চারজন যু... Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*સંઘવી - ૪ પ્રાથમિક શાળા - રાજુલા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી

*સંઘવી - ૪ પ્રાથમિક શાળા - રાજુલા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Anil Vaghela 🗓 10 Aug 2026, 08:48 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*સંઘવી - ૪ પ્રાથમિક શાળા - રાજુલા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી*

વિશ્વ સિંહ દિવસ (World Lion Day) દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસનો મુખ્ય હેતુ સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને તેમના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ગુજરાતના ગીર અને સૌરાષ્ટ્ર માટે આ દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે એશિયાટિક સિંહો માત્ર અહીં જ જોવા મળે છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ ૨૦૧૩થી થઈ હતી. ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા રાજ્યના ૧૧ જિલ્લાઓમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.જેમા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સંઘવી - ૪ પ્રાથમિક શાળા - રાજુલા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્યશ્રીના માગૅદશૅન અંતગૅત દરેક શિક્ષકોએ અને વિધાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી તેમજ લોક જાગૃતિ હેતુ બેનર સાથે નારાઓ લગાવી રેલી કાઢવામાં આવી હતી.
📲Get App