🔥 ट्रेंडिंग विजय देवराकोंडा की पैन-इंडिया फिल्म 'र... नानी का 'जेलर 2' जारी हुआ आधिकारिक तेल... इन्फ्लुएंसर ने काइंची धाम के आगंतुकों... उत्तराखंड के जंगलों को बचाया, 3.96 लाख... भारत‑यूएई ने ऊत्तराखंड में माउंटेन गार... चत्तीसगढ़ में युवा आशावादी पर अम्ल हमल...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાલીતાણા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, એક બેડ પર બે દર્દીઓની સારવાર!

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 10 अग. 2026, 08:22 PM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રોગચાળો વકરતાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.
દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે. સ્થિતિ એવી બની છે કે એક જ બેડ પર બે દર્દીઓને રાખીને સારવાર આપવાની ફરજ પડી રહી છે.
એક જ બેડ પર બે દર્દીઓની સારવારને લઈને દર્દીઓના પરિજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ એક દર્દીનું ઈન્ફેક્શન બીજા દર્દીને લાગવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
મહત્વની વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ આરોગ્ય મંત્રીએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમ છતાં હોસ્પિટલમાં બેડ અને જગ્યાની અછતની સમસ્યા યથાવત્ રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
તબીબોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં જગ્યા અને બેડની અછતના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
હવે લોકમાંગ ઉઠી છે કે તંત્ર દ્વારા વહેલી તકે વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવે, નવી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે અને દર્દીઓને યોગ્ય સુવિધા મળે તે માટે રોગી કલ્યાણ સમિતિ પણ આ મામલે ગંભીરતાથી રસ દાખવે.
પાલીતાણા સરકારી હોસ્પિટલની આ સ્થિતિ અંગે તંત્ર હવે શું પગલાં લે છે, તે જોવું મહત્વનું રહેશે.
📲Get App