🔥 TRENDING দার্জিলিঙের ফাঁসিদেওয়া ব্লকে চারজন যু... Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
Local

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 10 Aug 2026, 03:38 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાને ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રામાં નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાવવામાં આવ્યો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓનું બલિદાન ચિરંજીવ રાખવા રાષ્ટ્રવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થયું છે. તેમણે તિરંગા યાત્રાને દેશની એકતા અને અખંડિતતાની યાત્રા ગણાવતાં ઉમેર્યું હતું કે, જ્યારે આપણે હાથમાં તિરંગો અને હ્રદયમાં ભારત ભક્તિ લઈને આ યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વિચાર સાકાર થાય છે. મુખ્યમંત્રીશ્રીએ ‘વિકસિત ભારત 2047’ માટે આ તિરંગા યાત્રાથી અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવા તેમજ દેશ માટે જીવી જાણવાની અને ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાની જે તક મળી છે તેને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પથી પાર પાડવા સૌને આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અન્ય મહાનુભાવો સાથે દેશભક્તિનું ગાન કરતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક સહભાગી થયેલ વિદ્યાર્થીઓ અને યુવાઓ સહિતના વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં રાષ્ટ્રભાવની ચેતનાનો સંચાર કર્યો હતો.

દેશભક્તિના માહોલમાં ગાંધીનગર ખાતે આયોજિત વિરાટ તિરંગા યાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, બેન્ડ, અશ્વ દળ ઉપરાંત, પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ડેરડેવિલ્સ શો’ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
📲Get App