🔥 TRENDING দার্জিলিঙের ফাঁসিদেওয়া ব্লকে চারজন যু... Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
૮૦મું સ્વાતંત્ર પર્વ – રાજ્યકક્ષાની ઉજવણી

સાંસદશ્રી ભરત સુતરીયાના અધ્યક્ષ અમરેલી શહેરમાં મહા સફાઈ અભિયાન યોજાયું

૮૦મું સ્વાતંત્ર પર્વ – રાજ્યકક્ષાની ઉજવણી સાંસદશ્રી ભરત સુતરીયાના અધ્યક્ષ અમરેલી શહેરમાં મહા સફાઈ અભિયાન યોજાયું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Aug 2026, 09:02 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૮૦મું સ્વાતંત્ર પર્વ – રાજ્યકક્ષાની ઉજવણી

સાંસદશ્રી ભરત સુતરીયાના અધ્યક્ષ અમરેલી શહેરમાં મહા સફાઈ અભિયાન યોજાયું

"સ્વચ્છતા એ સૌની જવાબદારી"નો સંદેશ આપી જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા નાગરિકોને અપીલ

નગરપાલિકાના પ્રમુખશ્રી અને ટીમ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા શ્રમદામ કરવામાં આવ્યું


અમરેલી, તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૬-
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા આજે તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી શહેરના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન સંદિપભાઈ માંગરોળીયાએ શ્રમદાન કરી અને શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો.

અમરેલી શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વચ્છતા અંગે જન-જાગૃતિ ધરાવતું શહેર બનાવવાના હેતુથી યોજાયેલા આ અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ રોડ તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રોડની આસપાસ એકત્રિત થયેલા કચરા, ગંદકી તેમજ અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાગરિકોને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. મહા સફાઈ અભિયાન થકી “સ્વચ્છતા એ સૌની જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, ચીફ ઓફિસરશ્રી વી.સી. રાઠોડ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા.

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા, સુંદરતા અને જન-જાગૃતિને પ્રાધાન્ય આપી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App