🔥 TRENDING One dead after police lathi charge as... Tipra Motha leader thanks voters, says... అరిమిల్లి రాధాకృష్ణ 2.19 కోట్లు నిధితో... Himachal Student Sarvesh Sharma Builds... World Record Set in Maharashtra for Sa... आईपीएल ऑनलाइन सट्टा केस में फरार आरोपी...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ફાગવેલમાં કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ
Politics

ફાગવેલમાં કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ

✍️ Reporter: Alpeshkumar Rathod 🗓 09 Aug 2026, 08:54 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફાગવેલ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં ચીખલોડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વિજયી ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજ રોજ લાડવેલ ખાતે ફાગવેલ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચીખલોડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ઉમેદવારનું ઉષ્માભર્યું સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા. સાથે જ ફાગવેલ તાલુકાના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ પક્ષને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બિમલભાઈ શાહ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુસિંહ ડાભી સાહેબ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ રાણા સાહેબ, શ્રી ભારતસિંહજી પરમાર સાહેબ, શ્રી ચંદ્રશેખરજી ડાભી, ફાગવેલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, કોંગ્રેસ પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમોની રૂપરેખા તથા જનહિતના મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
📲Get App