🔥 TRENDING Tripura Panchayat Minister on Rural Ec... HP Simplifies Sahara Yojana Process Himachal Roads Shut India Faces New Diplomatic Challenge Indore: Merchant Killed Olive Hospitality Opens New Hotel
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ઘમૅ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 09 Aug 2026, 06:28 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘમ

🌿 વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગૌરવપૂર્ણ પળ 🌿

આજ રોજ *૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ* નિમિત્તે દેવગઢબારીયા નગરપાલિકા પ્રમુખ *શ્રી ધર્મેશભાઈ કલાલ સાહેબની* ઉપસ્થિતિમાં ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો આદિવાસી સમાજના ભાઈ-બહેનો સાથે હર્ષોલ્લાસ અને ગૌરવભેર ઉજવણી કરી.

આદિવાસી સમાજ માત્ર આપણી ધરોહર નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, સંઘર્ષ, સ્વાભિમાન અને અસ્તિત્વનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. આ સમાજની પરંપરા, સંસ્કૃતિ અને અધિકારોના સન્માન તથા સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ આપણી સૌની જવાબદારી છે.

ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાએ જલ, જંગલ અને જમીન તથા આદિવાસી સ્વાભિમાન માટે આપેલું અમૂલ્ય બલિદાન આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમની પ્રતિમા માત્ર એક સ્મારક નહીં, પરંતુ સંઘર્ષ, સાહસ અને સ્વાભિમાનની પ્રેરણાજ્યોત છે.

🙏 ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાને શત્ શત્ નમન.
📲Get App