🔥 TRENDING দার্জিলিঙের ফাঁসিদেওয়া ব্লকে চারজন যু... Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી નજીક ચિત્તલમાં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મંજૂર, અમદાવાદ સુધી ઝડપી રેલ સેવા મળશે

અમરેલી નજીક ચિત્તલમાં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મંજૂર, અમદાવાદ સુધી ઝડપી રેલ સેવા મળશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Aug 2026, 12:48 PM 👁 65
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખુશ ખબર /​અમરેલી નજીક ચિત્તલમાં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મંજૂર, અમદાવાદ સુધી ઝડપી રેલ સેવા મળશે
​અમરેલી:
અમરેલી જિલ્લાના રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નંબર ૨૯૬૦૧/૨૯૬૦૨ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને સ્ટોપેજ આપવા માટે રેલવે મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.આ બાબતે ભાજપ પ્રદેશ કિસાન મોરચા નાં પ્રમુખ હિરેન હિરપરા દ્વારા પણ સાંસદ ને રજુઆત કરવામાં આવી હતી. અને અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ ૨૩ જુલાઈના રોજ ચિત્તલ ખાતે સ્ટોપેજ આપવા રજૂઆત કરી હતી, જેના સંદર્ભમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સત્તાવાર લેખિત પત્ર પાઠવીને આ જાણકારી આપી છે.
​મુખ્ય ફાયદાઓ અને મહત્વની વિગતો:

​વ્યાપક લાભ: અમરેલી શહેર માટે ચિત્તલ સૌથી નજીકનું સ્ટેશન હોવાથી અમરેલી શહેર, લાઠી (ઢસા), વડીયા (જેતલસર) સહિત સમગ્ર જિલ્લાના મુસાફરોને અમદાવાદ જવા-આવવા માટે ઝડપી વિકલ્પ મળશે.

​વેપાર-ધંધાને વેગ: અમદાવાદ સાથે ઝડપી જોડાણ મળવાથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને રોજગાર-શિક્ષણ અર્થે જતા યુવાનોના સમયની મોટી બચત થશે.

​સોમનાથ દર્શન: આ સેવાથી યાત્રિકોને સોમનાથ દર્શનનો લાભ પણ સરળતાથી મળી શકશે.

​જાહેર થયેલું સમયપત્રક (૨૯૬૦૧/૨૯૬૦૨):
આ ટ્રેન ૧૭ ઓગસ્ટથી પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા નવા સુધારેલા સમયપત્રક મુજબ દોડશે.

​સાબરમતી (ઉપડવાનો સમય): સવારે ૦૬:૦૦ વાગ્યે | વેરાવળ પહોંચવાનો સમય: બપોરે ૧૨:૨૫ વાગ્યે

​વેરાવળ (ઉપડવાનો સમય): બપોરે ૧૫:૫૦ વાગ્યે | સાબરમતી પહોંચવાનો સમય: રાત્રે ૨૨:૨૫ વાગ્યે

​વચગાળાના સ્ટેશનો: ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ઢોલા, ધસા અને જૂનાગઢ.

​(નોંધ: ચિત્તલ સ્ટેશને ટ્રેન દર્શાવેલા સમયપત્રક મુજબ જ દોડશે, પરંતુ ચિત્તલ ખાતે આગમન અને પ્રસ્થાનનો ચોક્કસ સમય રેલવે દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે.)
📲Get App