🔥 TRENDING দার্জিলিঙের ফাঁসিদেওয়া ব্লকে চারজন যু... Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લા પંચાયતમાં બંધ બારણે સમિતિઓની રચના અને ચેરમેનોની વરણી

અમરેલી જિલ્લા પંચાયતમાં બંધ બારણે સમિતિઓની રચના અને ચેરમેનોની વરણી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Aug 2026, 09:37 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા પંચાયતમાં બંધ બારણે સમિતિઓની રચના અને ચેરમેનોની વરણી
​અમરેલી જિલ્લા પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ વિપક્ષનું અસ્તિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થતાં વહીવટમાં કોઈ પૂછપરછ કરનાર ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ગુરુવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે મીડિયાથી દૂર બંધ બારણે યોજાયેલી બેઠકમાં વિવિધ સ્થાયી સમિતિઓની રચના કરી તેના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. બંધ બારણે નિર્ણયો લેવાતા પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે અને લોકોના કામો પણ અટવાયા હોવાની ચર્ચા છે.
​નિયુક્ત થયેલા સમિતિના નવા ચેરમેનનું લિસ્ટ:
​કારોબારી સમિતિ: અરજણભાઈ ભીમાભાઈ વાઘ
​બાંધકામ સમિતિ: પ્રકાશભાઈ હિંમતભાઈ પાનસુરિયા
​આરોગ્ય સમિતિ: મિતલબેન પ્રદીપભાઈ ભાખર
​શિક્ષણ સમિતિ: સોનલબેન સંજયભાઈ તારપરા
​સિંચાઈ, સહકાર, ખેતી અને પશુપાલન સમિતિ: અમરસિંહભાઈ પ્રેમજીભાઈ વાંઘેલા
​સામાજિક ન્યાય સમિતિ: ડેનીભાઈ હરિભાઈ પરમાર
​મહિલા અને બાળ વિકાસ સમિતિ: વિલાસબેન જયંતિભાઈ દેસાઈ
​ચૂંટાયેલા મોટા ભાગના સભ્યો પ્રથમ વખત આવ્યા હોવાથી તેમને વહીવટી પ્રક્રિયા અને નિયમોની પૂરતી જાણકારી ન હોવાથી વિવિધ વિભાગોમાં લોકોના કામો સમયસર થતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. વિપક્ષના અભાવે અસરોકારક ચર્ચા કે પ્રશ્નોત્તરી વગર મનસ્વી વહીવટ ચાલી રહ્યો હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. હવે નવી સમિતિઓ માત્ર ઔપચારિકતા પૂરતી ન રહીને પ્રજાના કામો ઝડપથી પૂરા કરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.
📲Get App