🔥 TRENDING Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વઘેલી પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 08 Aug 2026, 08:00 PM 👁 93
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની વઘેલી ગ્રુપ પ્રાથમિક શાળામાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળા આયોજિત બાળમેળો અને લાઇફ સ્કીલ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વઘેલી ગ્રુપ પ્રાથમિક શાળામાં ધોરણ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકો માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આશરે 55 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બાળમેળા દરમિયાન બાળકો માટે માટીકામ, ચિટકકામ, છાપકામ, કલરકામ, કાતરકામ, પર્ણપોથી તેમજ વેસ્ટમાંથી બેસ્ટ સહિતની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા, કલાત્મકતા અને સ્વાવલંબનની ભાવના વિકસે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ધોરણ 6થી 8ના બાળકો માટે લાઇફ સ્કીલ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આશરે 45 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
લાઇફ સ્કીલ મેળામાં શાળા સલામતી, રસોઈ બનાવવાની રીત, મહેંદી સ્પર્ધા, રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ, વૃક્ષારોપણ, ચિટકકામ, છાપકામ, કાતરકામ, શાળાનું સુશોભન સહિતની વિવિધ જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
આ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ દૈનિક જીવનમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો અંગે પણ પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન શાળાની મુલાકાતે ડાયટ લેક્ચરર શ્રીમતી હીનાબેન તથા તિલકવાડા તાલુકાના ઇન્ચાર્જ બીઆરસી શ્રી વિજેન્દ્ર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વઘેલી પ્રાથમિક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
અધિકારીઓ, શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ઉપસ્થિતિથી બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાળાના મુખ્ય શિક્ષક અને સ્ટાફના સુંદર આયોજન અને સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.
વઘેલી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર તમામ અધિકારીઓ, હોદ્દેદારો, શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આમ, વઘેલી ગ્રુપ પ્રાથમિક શાળામાં યોજાયેલ બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો બાળકોમાં સર્જનાત્મકતા, જીવન કૌશલ્ય અને આત્મનિર્ભરતાના ગુણો વિકસાવવાની દિશામાં એક સુંદર પહેલ સાબિત થયો હતો.
📲Get App