🔥 TRENDING World Record Set in Maharashtra for Sa... आईपीएल ऑनलाइन सट्टा केस में फरार आरोपी... CD Projekt Red Confirms Map Size for U... Veteran Kannada Actress Lalithamma Die... Prime Video Launches 'Carrie' Series,... Ajay Devgn’s Drishyam 3 Rakes in Rs. 2...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગત અમરેલીમાં ‘યોગ શિબિર’નું આયોજન*
*૦૦૦૦૦૦*
*તા. ૯ ઓગસ્ટના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચિતલ રોડ ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે યોગ શિબિર
Local

*પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગત અમરેલીમાં ‘યોગ શિબિર’નું આયોજન* *૦૦૦૦૦૦* *તા. ૯ ઓગસ્ટના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચિતલ રોડ ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે યોગ શિબિર

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 08 Aug 2026, 06:16 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગત અમરેલીમાં ‘યોગ શિબિર’નું આયોજન* *૦૦૦૦૦૦* *તા. ૯ ઓગસ્ટના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચિતલ રોડ ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે યોગ શિબિર

*પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગત અમરેલીમાં ‘યોગ શિબિર’નું આયોજન*
*૦૦૦૦૦૦*
*તા. ૯ ઓગસ્ટના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચિતલ રોડ ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે યોગ શિબિર*
*૦૦૦૦૦૦*
*અમરેલી, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૬ -* રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે યોગમય અમરેલી દ્વારા નાગરિકોમાં યોગ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી વિશેષ ‘યોગ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિર તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાકે અમરેલીના જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચિતલ રોડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં જોડાનાર સહભાગીઓને સમયસર બેઠક વ્યવસ્થા થઈ શકે અને યોગ સત્ર સમયસર શરૂ થઈ શકે તે માટે સવારે ૫:૫૫ વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

યોગ શિબિરમાં જોડાનાર સહભાગીઓને પોતાની સાથે યોગા મેટ/ચટાઈ, પાણીની બોટલ તથા આરામદાયક અને સફેદ અથવા હળવા રંગના વસ્ત્રો લાવવા જણાવાયું છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નોંધાયેલ સહભાગીઓને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે.

નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વસ્થતા અને યોગ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી યોજાનારી આ યોગ શિબિરમાં અમરેલી જિલ્લાના નાગરિકોને ઉત્સાહભેર જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગબોર્ડ, અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રીએ અનુરોધ કર્યો છે.
📲Get App