🔥 ट्रेंडिंग यश, कीरा अवदानी, हुमा कुरेशी के साथ 'ट... उत्तरीकांड में बाढ़‑प्रभावित सड़क पर ग... केर्गंग नदी किनारे बगेश्वर में पंचायत... आज तक ने लॉन्च किया वर्टिकल लाइव टीवी... एमसीडी ने 45 पार्किंग साइट जोड़ने का न... प्रधानमंत्री मोदी ने आईआईटी दिल्ली के...
08 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યકક્ષાનું ૮૦મું સ્વાતંત્ર્ય પર્વ: પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીના ભાગરૂપે અમરેલીમાં રાષ્ટ્રચેતના જગાડતી ‘વોકેથોન’ યોજાઈ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 अग. 2026, 05:30 PM 👁 16
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી સ્થિત સરદાર પટેલ રમત સંકુલ - ફોરવર્ડ સર્કલ - નાગનાથ મંદિર -રાજકમલ ચોક સુધી ‘વોકેથોન’નું આયોજન

રાજ્યકક્ષાનું ૮૦મું સ્વાતંત્ર્ય પર્વ: પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીના ભાગરૂપે અમરેલીમાં રાષ્ટ્રચેતના જગાડતી ‘વોકેથોન’ યોજાઈ

અમરેલી સ્થિત સરદાર પટેલ રમત સંકુલ - ફોરવર્ડ સર્કલ - નાગનાથ મંદિર -રાજકમલ ચોક સુધી ‘વોકેથોન’નું આયોજન

સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને તિલાંજલી,ઊર્જા બચત, સ્વચ્છતા પ્રત્યે ‘વોકેથોન’ના માધ્યમથી જનજાગૃતિ પ્રસરાવવામાં આવી

અમરેલી તા. ૦૮ ઓગસ્ટ,૨૦૨૬ -
જે આઝાદી માટે લાખો ક્રાંતિવીરોએ વતનની માટી કાજે પોતાના લોહીનું અર્પણ કર્યું અને હસતાં મુખે બલિદાન આપ્યા, તે અમર સેનાનીઓની રાષ્ટ્રભક્તિને સલામી આપવાનો ઐતિહાસિક અવસર એટલે ૮૦મું સ્વાતંત્ર્ય પર્વ.

આગામી તા.૧૫મી ઓગસ્ટના રોજ અમરેલીની શૌર્યભૂમિ પર યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીઝનું આયોજન થઈ રહ્યું છે.

આ શૃંખલાના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારીનો શંખનાદ ફૂંકતી એક વિશાળ અને ભવ્ય ‘વોકેથોન’(Walkathon)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રભક્તિ સભર ‘વોકેથોન’નો પ્રારંભ સરદાર પટેલ રમત સંકુલ ખાતેથી થયો હતો. ત્યાંથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ,નવ યુવાનો સહિત દેશભક્તોનો ઉત્સાહભર્યો પ્રવાહ ફોરવર્ડ સર્કલ અને નાગનાથ મંદિર થઈને રાજકમલ ચોક સુધી પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વોકેથોનમાં અમરેલી શહેરની વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ,એન.સી.સી કેડેટ્સ, રમતવીરો, પોલીસ બેન્ડ સહિત નવયુવાઓ પણ જોડાયા હતા.

આ વોકેથોન દેશ માટે સર્વસ્વ કુરબાન કરનારા અમર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક સામૂહિક માધ્યમ બની હતી. ક્રાંતિવીરોના સપનાના સશક્ત ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે આ વોકેથોનના માધ્યમથી પર્યાવરણને નુકસાનકર્તા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કાયમી તિલાંજલી આપવા, ભવિષ્યની પેઢી માટે ઊર્જા બચત કરવા તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશને જનજન સુધી પ્રસરાવવામાં આવ્યો હતો.

પ્રિ-ઇન્ડિપેન્ડન્ટ ડે એક્ટિવિટી-વોકેથોનમાં અમરેલી શહેર પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમ ફૂમકિયા સહિત નવયુવાઓ પણ જોડાયા હતા.
📲Get App