🔥 TRENDING Tribal Woman Loses Toes in Madurai Bus... Three dead, 24 injured as LPU student... Gadkari calls for road safety to be bu... Crime Branch Files Chargesheet in Frau... Supreme Court urges police to instill... 13-year-old boy stabbed to death by ne...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા કફ સીરપનો જથ્થો ઝડપાયો
Crime

અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા કફ સીરપનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 08 Aug 2026, 12:17 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જમાલપુર ચાર રસ્તા નજીક રાત્રિ દરમિયાન પોલીસની ચેકિંગમાં કફ સીરપનો જથ્થો મળી આવ્યો છે, જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા નજીક રાત્રિના સમયે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા કરવામાં આવેલી વાહન ચેકિંગમાં કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. પોલીસની ટીમે શંકાસ્પદ કારની તપાસ કરતાં કારમાંથી આ નશાકારક દવા મળી આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કફ સીરપનો જથ્થો તથા ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ કાર (GJ23CB1865) કબજે કરવામાં આવી છે, અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ આ તપાસમાં જાણવા પ્રયાસ કરી રહી છે કે કફ સીરપ ક્યાંથી લાવવામાં આવી હતી, ક્યાં પહોંચાડવાની હતી અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.
📲Get App