🔥 TRENDING West Bengal to Build Four New Airports... Chief Minister Highlights Ex-CECs' Pos... Bihar Government Faces Growing Critici... Bihar eyes Rs 21,000 crore mineral bon... LPU Students Protest, Vehicles Set on... PM Modi Honors Ashok Singhal on 100th...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત શાળા-કોલેજોમાં રંગોળી, નિબંધ, ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
Sports

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત શાળા-કોલેજોમાં રંગોળી, નિબંધ, ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 08:56 AM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત શાળા-કોલેજોમાં રંગોળી, નિબંધ, ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

અમરેલી, તા. ૭ ઓગસ્ટ, ૨૦૨૬ -
રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલી પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ શાળા અને કોલેજોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી રંગોળી, નિબંધ, ક્વિઝ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત વિવિધ શાળાઓમાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ત્રિરંગો, ભારત માતા, અશોક ચક્ર, રાષ્ટ્રીય પ્રતીકો તેમજ સ્વતંત્રતા સેનાનીઓના ચિત્રોને આકર્ષક રંગો વડે સજીવન બનાવી દેશપ્રેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સમન્વય આ કૃતિઓમાં જોવા મળ્યો હતો.
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિતે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી.
ક્વિઝ સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રીય નેતાઓના યોગદાન અને દેશના ગૌરવશાળી ઇતિહાસ અંગેની સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થવા સાથે દેશ પ્રત્યે ગૌરવની ભાવના વધુ દૃઢ બની હતી.

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીના ભાગરૂપે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વિવિધ દેશભક્તિમય કાર્યક્રમો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
📲Get App