🔥 TRENDING Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરૂચમાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ

✍️ Reporter: Shahid Mansuri 🗓 07 Aug 2026, 08:12 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી છે.

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. અબ્દુલગની શેખ નામના આ ઇસમના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવાનો આરોપ છે.

પોલીસને મળેલી બાતમીના આધારે, ભરૂચ એસ.ઓ.જી.એ તેના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે 1.215 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેનો કુલ મૂલ્ય 60 હજારથી વધુ છે.

અબ્દુલગની ગુલામરસુલ શેખને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે એક અન્ય ઇસમ, જે ઓડીશાનો છે, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
📲Get App