🔥 TRENDING Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહુવામાં બુટલેગરોના મનસૂબા કચડાયા: લાઈટ હાઉસ ખાતે ૧.૦૪ કરોડના વિદેશી દારૂ પર ફેરવાયું રોડ રોલર!

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 07 Aug 2026, 06:37 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા દારૂના દુષણને ડામવા અવારનવાર દરોડા પાડવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત મહુવા ગ્રામ્ય, બગદાણા અને દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટના હુકમ બાદ આ તમામ મુદ્દામાલનો એકસાથે કાયમી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ​નાયબ કલેક્ટર, ડીવાયએસપી (DySP), સ્થાનિક મેજિસ્ટ્રેટ તેમજ એક્સાઇઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

મહુવા:
ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. મહુવા લાઈટ હાઉસ નજીકના ખુલ્લા મેદાનમાં વિવિધ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા રૂ. ૧.૦૪ કરોડથી વધુની કિંમતના ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસની આ મેગા ડિસ્પોઝલ ડ્રાઇવથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
​પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા દારૂના દુષણને ડામવા અવારનવાર દરોડા પાડવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત મહુવા ગ્રામ્ય, બગદાણા અને દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટના હુકમ બાદ આ તમામ મુદ્દામાલનો એકસાથે કાયમી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
​નાયબ કલેક્ટર, ડીવાયએસપી (DySP), સ્થાનિક મેજિસ્ટ્રેટ તેમજ એક્સાઇઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.
​નાશ કરાયેલ મુદ્દામાલની વિગતો:
​જપ્ત કરાયેલ દારૂનો જથ્થો: ૨૧,૭૭૫ બોટલ/નંગ
​કુલ અંદાજિત કિંમત: રૂ. ૧,૦૪,૬૪,૦૦૦ (એક કરોડ ચાર લાખ ચોસઠ હજાર)
​સામેલ પોલીસ મથકો: મહુવા ગ્રામ્ય, બગદાણા અને દાઠા
​મહુવાના દરિયાકિનારે આવેલા લાઈટ હાઉસ પાસેના વિશાળ મેદાનમાં વિદેશી દારૂની હજારો બોટલોની પથારી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર ભારેખમ રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. કાચની બોટલો તૂટવાના અવાજ સાથે બુટલેગરોના સપનાઓનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસની આ આક્રમક અને સપાટાબંધ કામગીરી દર્શાવે છે કે અસામાજિક તત્વો સામે હવે કોઈ જ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
📲Get App