🔥 ट्रेंडिंग 9 अगस्त 1953: जम्मू और कश्मीर के इतिहा... जम्मू और कश्मीर पर्यटन को टीटीएफ अहमदा... फोटोकिताब ने दिखाया गोवा के ऐतिहासिक ह... साउथ गोवा में 12 अप्रैल को बड़ी बिजली... गांव ने प्रॉपर्टी दस्तावेज़ों के लिए '... रेमंड लिमिटेड की पहली तिमाही में स्वस्...
08 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધારી તાલુકાનાં ગોપાલગ્રામ ગામની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન "ચાલો સખી મૈયરમાં" અંતર્ગત ગત તા. ૩જી ઓગસ્ટ સોમવારનાં રોજ સુરત ખાતે ભરથાણાનાં રતન ફાર્મ ખાતે યોજાયું હતું.

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 07 अग. 2026, 05:47 PM 👁 276
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત ખાતે ગોપાલગ્રામની દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું

ગોપાલગ્રામ સહેલી ગૃપનું સુંદર આયોજન

ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામની દીકરીઓનું બહુમાન

વર્ષો બાદ મળેલી સખીઓ આનંદ વિભોર

દીકરીઓનાં જીવનમાં પોતાના પિયરનાં ગામનું ખૂબ મહત્વ હોય છે, સાસરે ગયાને વર્ષો થઈ ગયાં હોય ત્યારે જ્યાં બાળપણ વિત્યું, જે શેરીઓમાં રમ્યાં હોય, નિશાળે સાથે ભણતી સખીઓ, શિક્ષકો, પરિવારનાં સ્વજનો, ગામનાં વડીલો, ગામનો ચોરો, શાળા, પાદર, શિવાલ, ગઢનો ડેલો, શેરીનાં ઓટલાને સીમનાં રસ્તા, કિશોરાવસ્થામાં કરેલ ધિંગામસ્તી વગેરે યાદ આવી જાય છે.
ધારી તાલુકાનાં ગોપાલગ્રામ ગામની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન "ચાલો સખી મૈયરમાં" અંતર્ગત ગત તા. ૩જી ઓગસ્ટ સોમવારનાં રોજ સુરત ખાતે ભરથાણાનાં રતન ફાર્મ ખાતે યોજાયું હતું.
"ગોપાલગ્રામ સહેલી ગૃપ" આયોજીત આ સ્નેહ મિલનમાં સુરત, વડોદરા, રાજકોટ, અમરેલી, અમદાવાદ, મુંબઈ સહિત અલગ-અલગ ગામોમાં વસતી ૫૦૦થી વધુ સાસરવાણી દીકરીઓ એકત્ર થઈ હતી.
આ કાર્યક્રમમાં ગામનાં પ્રજાવત્સલ રાજવી સ્વાતંત્ર્યસેનાની દંપતિ દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈ તથા સેવામૂર્તિ ભક્તિબા તથા જીવદયાપ્રેમી ગૌસેવક પૂ. શાતામાડીને યાદ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ સખી મિલનમાં સહભાગી થનાર દરેક દીકરીઓને ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટનાં પ્રમુખ પ્રફુલભાઈ શંભુભાઈ વાડદોરિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ બાબુભાઈ ભટ્ટી તરફથી ઢસા-ગોપાલગ્રામનાં રાજરાણી, સત્યાગ્રહી સ્વાતંત્ર્યસેનાની, કન્યા કેળવણીના હિમાયતી પૂ. ભક્તિબાનું સ્મૃતિ ચિહ્ન રૂપે સંભારણું આપવામાં આવેલ. ગોપાલગ્રામ ગ્રામ‌ પંચાયતનાં હરેભાઈ વાળાએ આયોજક બહેનોને ટ્રોફી આપી શુભકામના પાઠવી હતી.

આ કાર્યક્રમમાં શ્રીમતિ ગીતાબેન રતીલાલ વાડદોરિયા, માધવીબેન પ્રફુલભાઈ વાડદોરિયા, વૈશાલીબેન, મનિષાબેન વગેરેએ ગોપાલગ્રામ સહેલી ગૃપ કમિટી મેમ્બર્સ રીટાબેન ગોહેલ, જાગૃતિબેન હેમાણી, મનિષાબેન પડસાલા, અનિતાબેન વાડદોરિયા, જ્યોત્સનાબેન ગજેરા, દિવ્યાબેન ગોહેલ, અલ્પાબેન (અપ્પુ), પારૂલબેન સરધારા, કૈલાશબેન વાડદોરિયા, કલ્પનાબેન હેમાણી, પિનલબેન બુહા, નીતાબેન પટેલનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષો પછી મળેલી સહેલીઓએ શૈશવનાં સંસ્મરણો વાગોળતા ખૂબ મસ્તી કરી, દેશી રમતો રમી, રાસ-ગરબાની રમઝટ બોલાવી, મિષ્ટ ભોજન આરોગી મધુર યાદો મમળાવતા ફરી મળવાનાં કોલ સાથે છુટા પડ્યાં હતાં.
📲Get App