🔥 TRENDING ગણદેવીમાં ગણેશોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી... ગાંધીનગરમાં ડૉ. મોહન યાદવ સાથે ગુજરાતન... 🚨 ₹1.42 કરોડના દારૂ પર ફર્યું રોડ રોલ... અંકલેશ્વરના રાજહંસ મલ્ટિપ્લેક્સમાં ‘સ્... Kerala Lottery DL-65 Results: First Pr... HYDRAA Seeks Statewide Expansion in Te...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ૩૦૦ જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ ૩૨ દિવસથી ખુલ્લા આકાશ નીચે બેઘર બન્યા

✍️ Reporter: Khalifa Parvezhusen Latif 🗓 07 Aug 2026, 02:17 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ૩૦૦ જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ ૩૨ દિવસથી ખુલ્લા આકાશ નીચે બેઘર બન્યા છે, અને આ અમાનવીય સ્થિતિમાં સ્થાનિક ધારા

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ૩૦૦ જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ ૩૨ દિવસથી ખુલ્લા આકાશ નીચે બેઘર બન્યા છે, અને આ અમાનવીય સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કે કોઈ અધિકારી તેમની મુલાકાતે પણ નથી આવ્યા. આ ગંભીર અન્યાય સામે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયા વગર હંમેશાં ગરીબોના મસીહા બનીને અડીખમ ઊભા રહેતા લખનભાઈ ધૂવા આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે-જ્યારે કચ્છના શ્રમિકો પર આફત આવી છે ત્યારે લખનભાઈ તેમની ઢાલ બન્યા છે, અને આજે તોડી પાડવામાં આવેલા આ તમામ પરિવારોને 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ પાકા મકાન બનાવી આપવામાં આવે તેવી મક્કમ માંગ સાથે આ સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે કચ્છની પ્રજા અને સરકારની આંખો ખોલવાનો સમય આવી ગયો છે, જેથી આ શોષિતોને તેમનો હક અપાવી શકાય!
📲Get App