🔥 TRENDING Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજુલાના વાવેરામાં ‘વનકવચ’નું લોકાર્પણ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે વૃક્ષારોપણ

✍️ Reporter: Makvana Jaydip 🗓 07 Aug 2026, 02:02 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલાના વાવેરા ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ‘વનકવચ’નું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વનવિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રાજુલા તાલુકાના વાવેરા મુકામે સામાજિક વનીકરણ રેન્જ, રાજુલા હેડક્વાર્ટર ખાતે ‘વનકવચ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે વનકવચનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “વૃક્ષ એ જ જીવન છે” અને પર્યાવરણનું જતન કરવું આપણી સૌની જવાબદારી છે. ગુજરાત સરકાર દ્વારા વનીકરણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહેલા આ પ્રકારના પ્રયાસોને તેમણે આવકાર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વનવિભાગના સ્ટાફ, આર.એફ.ઓ. તેમજ વાવેરા વનવિભાગના સ્ટાફ સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App