🔥 TRENDING Cesc Initiates New Land Negotiations,... Supreme Court to receive three new jud... Senator Marco Rubio says US downplays... India Mobile Congress 2026 Highlights... ABVP protests at Kerala School Sports... Congress Leader Arrested in Amritsar O...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત ગ્રામ્ય પોલીસ પર ગંભીર આક્ષેપ: કામરેજ પોલીસની કથિત મિલીભગતથી 'સમાચાર ટુડે'ના નિવાસી તંત્રી તુષાર બી. પાંડવ પર જીવલેણ હુમલો, ન્યાયની માંગ ઉગ્ર
Crime

સુરત ગ્રામ્ય પોલીસ પર ગંભીર આક્ષેપ: કામરેજ પોલીસની કથિત મિલીભગતથી 'સમાચાર ટુડે'ના નિવાસી તંત્રી તુષાર બી. પાંડવ પર જીવલેણ હુમલો, ન્યાયની માંગ ઉગ્ર

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 07 Aug 2026, 11:26 AM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત:
સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં બુટલેગર ફતીમાબેન અને તેમના સાગરીતો સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, "સમાચાર ટુડે દૈનિક"ના નિવાસી તંત્રી અને પત્રકાર તુષાર બી.પાંડવ પર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો તથા તેમના મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા.

​ઘટનાની મુખ્ય વિગતો અને ફરિયાદી તુષાર બી. પાંડવના આક્ષેપો:

​પોલીસની નિષ્ક્રિયતા: ફરિયાદી તુષાર બી. પાંડવના જણાવ્યા અનુસાર, ઘટનાને ૩૬ કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હોસ્પિટલમાં તેમની ફરિયાદ નોંધવા માટે કોઈ પોલીસ કર્મચારી આવ્યા નથી.

​ફરિયાદ નોંધવામાં અનાકાની: ઘટના બાદ ગંભીર હાલતમાં કામરેજ પોલીસ સ્ટેશન પહોંચવા છતાં પોલીસે યોગ્ય રીતે ફરિયાદ નોંધી ન હતી. એટલું જ નહીં, ૩ થી સાડા ૩ કલાક સુધી પીડિત પત્રકારને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા ન હતા.

​સામે પક્ષને પ્રાધાન્ય: ઘટનાની સત્ય હકીકત રજૂ કરવા છતાં, હુમલો કરનાર પક્ષ દ્વારા કરવામાં આવેલી કથિત ખોટી ફરિયાદોને કામરેજ પોલીસ દ્વારા વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

​પુરાવા સાથેના મોબાઈલ: ફરિયાદીના તમામ મહત્વના પુરાવા સાથેના મોબાઈલ ફોન હાલ પોલીસ સ્ટેશનમાં છે. આ આક્ષેપ પણ કરાયો છે કે પોલીસ સ્ટેશનમાં મોબાઈલ પહોંચાડનાર ખુદ બુટલેગર જ છે, જે સમગ્ર દ્રશ્યો પોલીસ સ્ટેશનના કેમેરામાં (CCTV) પણ કેદ થયેલ છે.

​આ ઘટનાએ પત્રકારોની સુરક્ષા, કાયદાના સમાન અમલ અને પોલીસની નિષ્પક્ષ કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પીડિત નિવાસી તંત્રી તુષાર બી. પાંડવ અને પત્રકાર આલમે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તથા ઉચ્ચસ્તરીય તપાસ કરાવીને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.
📲Get App