Local
પેટલાદ એસટી ડેપોમાં નવીનીકરણના નામે ‘લીપાપોતી’? નવી બનાવેલી મુતરડીમાં POP તૂટતાં કામની ગુણવત્તા સામે સવાલો
પેટલાદ એસટી ડેપોમાં તાજેતરમાં નવીનીકરણ કરાયેલી મુતરડીમાં પીઓપી (POP) તૂટી જતાં કામની ગુણવત્તા અને વપરાયેલા મટીરીયલ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પેટલાદ એસટી ડેપો ખાતે મુસાફરોની સુવિધા માટે જૂની મુતરડીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ નવીનીકરણ અંતર્ગત અંદરની છતમાં પીઓપી (POP) નું કામ કરવામાં આવ્યું છે. પરંતુ કામ પૂર્ણ થયાના ટૂંકા સમયમાં જ છતના પીઓપીના ભાગોમાં તૂટફૂટ અને નુકસાન જોવા મળતા સમગ્ર કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, નવીનીકરણના આ કામમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા અત્યંત નબળી હોવાની આશંકા સેવાઈ રહી છે. જાહેર જનતાના ટેક્સના પૈસાથી થતા આવા વિકાસકામોમાં જો આટલા ટૂંકા ગાળામાં નુકસાન થાય, તો તેના માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન સ્થાનિકો દ્વારા પૂછવામાં આવી રહ્યો છે.
આ મામલે કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી દરમિયાન ગુણવત્તાની યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી કે નહીં, તેમજ કામ પૂર્ણ થયા બાદ તેની મંજૂરી કોણે આપી તે અંગે પણ શંકાઓ ઉભી થઈ રહી છે. મુતરડી જેવી પ્રાથમિક જાહેર સુવિધાના કામમાં પણ જો ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી હોય, તો જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવાવા જોઈએ તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ બાબતે સ્થળ તપાસ કરીને સત્ય બહાર લાવે છે કે પછી તેને નજરઅંદાજ કરે છે.