🔥 TRENDING Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida... CISF Seizes 5 Trucks Carrying 250 Tonn...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હાઇટેક સવારી, ઝીરો પ્રદૂષણ એટલે PM eBus Sewa; ગાંધીનગરના આંગણે પર્યાવરણ-મૈત્રી પરિવહનનો નવો સૂર્યોદય...

હાઇટેક સવારી, ઝીરો પ્રદૂષણ એટલે PM eBus Sewa; ગાંધીનગરના આંગણે પર્યાવરણ-મૈત્રી પરિવહનનો નવો સૂર્યોદય...

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 29 Jun 2026, 12:10 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હાઇટેક સવારી, ઝીરો પ્રદૂષણ એટલે PM eBus Sewa; ગાંધીનગરના આંગણે પર્યાવરણ-મૈત્રી પરિવહનનો નવો સૂર્યોદય...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે 'PM-eBus Sewa' યોજના અંતર્ગત ગાંધીનગરમાં આધુનિક, સ્વચ્છ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો શુભારંભ; સામાન્ય નાગરિકોને પરવડે તેવા હેતુથી મુસાફરીનું ભાડું અંતરના આધારે ન્યૂનતમ રૂ. 5 થી મહત્તમ રૂ. 30 નિર્ધારિત કરાયું...

નાગરિકોની સુવિધા માટે ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોને સાંકળતા 18 રૂટ નક્કી કરાયા; આ નેટવર્ક અંતર્ગત સરગાસણ, પાથિકાશ્રમ, સચિવાલય, ગાંધીનગર રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી , ચિલોડા, દહેગામ, કડી, કલોલ, ચાંદખેડા, ધમાસણ, નારદિપુર, સોનિપુર, કોથા, આદરજ મોટી, ટીંટોડા, IIT ગાંધીનગર, ડભોડા અને માણસા સહિતના વિસ્તારોને આવરી લેવાયા...

ઇ-બસો માત્ર પર્યાવરણને જ અનુકૂળ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સવલતની દ્રષ્ટિએ પણ બેજોડ...
📲Get App