🔥 TRENDING Assam-Mizoram Celebrate Peaceful Borde... Congress Calls It a ‘Big Family’, Welc... ಬಾಲ್ಯ ವಿವಾಹ ಮತ್ತು ಮಕ್ಕಳ ಮೇಲಿನ ದೌರ್ಜನ್ಯ... मरवाही के नायब तहसीलदार पर 49 हजार रुप... Amritsar Teachers Trained on New Caree... Congress Discusses Preparations for Sa...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપીપલામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 30 Oct 2026, 04:56 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ખેડૂતો માટે રાજપીપલા એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કક્ષાના ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાનું ખેડૂતોના બેંક ખાતામાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું રાજપીપલા ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને ખેડૂતોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ખાસ વાત એ છે કે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો હેઠળ પસંદ કરાયેલા બે-બે ગામ મળી કુલ ૪૪ ગામોમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેના થકી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને ખેતીલક્ષી વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આધુનિક ખેતી પદ્ધતિઓ, કૃષિ ક્ષેત્રે નવીન ટેક્નોલોજી અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ રીતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણીના માધ્યમથી નર્મદા જિલ્લાના ખેડૂતોને સરકારી યોજનાઓની માહિતી અને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
📲Get App