🔥 TRENDING Mizoram hockey team to receive hero’s... Mizoram Yet to Receive Central Scheme... BJP Sets Sights on Mizoram Government... અગ્રણી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ... குடியாத்தத்தில் ரோட்டரி சங்கம் நடத்திய... શ્રીમતી એચ.બી .સંઘવી મહિલા આર્ટસ તથા ક...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો દિવાળીમાં PM મોદીના હસ્તે ખુલ્લો મુકાશે

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 10:08 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વર્ષોની રાહ બાદ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું 4.5 કિલોમીટરનું એલિવેટેડ રૂટ ટૂંક સમયમાં શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી અથવા નવેમ્બર માસ દરમિયાન આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી પ્રબળ શક્યતા છે.

વર્ષોની લાંબી અને આતુરતાપૂર્વકની પ્રતીક્ષા બાદ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે વાસ્તવિકતાના આરે પહોંચી ગયો છે. સુરત શહેરના આ મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ ફેઝ અંતર્ગત ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સુધીના 4.5 કિલોમીટરના એલિવેટેડ રૂટનું લોકાર્પણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આ લોકાર્પણ દિવાળી અથવા નવેમ્બર માસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ હાઈપ્રોફાઈલ ઉદ્ઘાટન સમારોહને ધ્યાને રાખીને રાજ્યના પાટનગર ગાંધીનગરથી લઈને સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્તરીય ગતિવિધિઓ અત્યંત તેજ બની ગઈ છે. સુરત મનપા માંથી મળતી માહિતી મુજબ, મેટ્રોની સમગ્ર કામગીરી અત્યારે એડવાન્સ સ્ટેજ પર પહોંચી ચૂકી છે. ઉચ્ચ કક્ષાએથી સૂચના મળતાં જ રૂટના ઉદ્ઘાટન માટે મેટ્રો તંત્ર સંપૂર્ણપણે સજ્જ અને તૈયાર હોવાનું જણાવાયુ છે.

આ રૂટ શરૂ થવાથી સુરત શહેરના પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક પરિવર્તન આવશે. ડ્રીમ સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં દૈનિક મુસાફરી કરતા નાગરિકો માટે ઝડપી, સુવિધાજનક અને આધુનિક જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે. ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળવાની સાથે સાથે લોકોના સમય અને ઇંધણની પણ નોંધપાત્ર બચત થશે. શહેરીજનો આ આધુનિક મેટ્રો સુવિધાનો લાભ લેવા માટે ભારે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે.
📲Get App